News of Monday, 2nd June 2025
વસઇ ગામે બે લાખના દારૂ સાથે મોરબી પંથકના શખ્સ ઝડપાયો બે ફરાર

જામનગરઃ તાલુકાના વસઇગામ ના પાટીયા પાસેથી બાવળની કાટ માંથી આરોપી યશપાલસિંહ પનુભા જાડેજા રહે. ખાનપરગામ રામદેવ પીરના મંદીર પાસે તા.જી.મોરબી વાળાના કબ્જા માંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૨ કિ.રૂ. ૧,૯૭,૬૦૪/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/-તથા મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૩૨,૬૦૪/- નો મુદામાલ કબ્જે કરી ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી હેરભા ગઢવી રહે, પરોડીયા તા.ખંભાળીયા વાળાને તથા દારૂ વેચાણ કરવા મગાવનાર આરોપી પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઇ કટીયારા રહે. જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમલગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.પી.એન મોરી તથા પો.સ.ઇ. એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનઃશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજિહ ઝાલા, ભયપાસિંહ જાડેજા ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મથુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
