News of Monday, 2nd June 2025
ઓપરેશન શિલ્ડ અંતર્ગત જામનગર ખાતે મોકડ્રિલનું આયોજન
એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લાના વિવિધ વિભાગોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરીઃ હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર આપી સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પડાયું: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ સમગ્ર મોકડ્રિલ દરમિયાન માર્ગદર્શન પૂરું પાડ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨, જામનગર સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર જામનગર તથા ઇન્ડિયન એરફોર્સ દ્વારા વિસ્તળત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો. કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિヘતિ કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું.જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
ગણતરીની મીનીટમાં જ ફાયર, સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી.અને રેસ્કયુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.તેમજ મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.
આ મોકડ્રિલમાં મહેસુલ, માર્ગ અને મકાન, આર.ટી.ઓ, આરોગ્ય, પીજીવીસીએલ, હોમગાર્ડ, જી.એસ.આર.ટી.સી. , સિવિલ ડિફેન્સ, એન.સી.સી, સહિતના વિભાગો જોડાયા હતા.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
