News of Monday, 2nd June 2025
મોરબી પાસે કતલખાને ધકેલાતા ૨૬ અબોલ જીવોને ગોૈરક્ષકોએ બચાવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨: મોરબી સહીત સૌરાષ્ટ્રના ગૌરક્ષકોની ટીમે રવિરાજ ચોકડી પાસેથી ગેરકાયદે કતલખાને ધકેલાતા ૨૬ અબોલ જીવોને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
મોરબી ગૌરક્ષક વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળની ટીમને કચ્છથી રાજકોટ તરફ એક ક્રુઝરમાં અબોલ જીવોને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ટીમે રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને ક્રુઝર ગાડી જીજે ૦૩ ઝેડ ૯૯૨૧ નીકળતા તેને રોકી ચેક કરતા ઘેટા બકરા જીવ નંગ ૨૬ ક્રુરતાપૂર્વક સીટો કાઢીને કાચમાં પડદા મારીને ટૂંકા દોરડાથી હલનચલન ના કરી સકે તેવી રીતે બાંધી કતલખાને ધકેલવામાં આવી રહ્યા હતા અબોલ જીવોને બચાવી મુદામાલ મોરબી પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
