<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં ફુંકાતો ભારે પવન

રાત્રે અને સવારે ગરમીમાં રાહત જો કે બપોરે અસહય ઉકળાટ

રાજકોટ તા.રઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં અસહય ઉકળાટ સાથે પવનના સૂસવાટા ફુંકાઇ રહયા છે. આવા વાતાવરણ વચ્‍ચે મિશ્ર રૂતુનો અહેસાસ થઇ રહયો છે.

મોડીર રાત્રીના અને વહેલી સવારના સમયે પવનના સૂસવાટાના કારણે ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો. જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ અનુભવાય છે અને લોકો આખો દિવસ પરસેવે રેબઝેબ થાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૯, મહતમ તાપમાન ૩૭, ભેજનું પ્રમાણ ૭૪%, પવનની ગતિ ૧૪.૬ કિ.મી. રહી હતી

(2:11 PM IST)