<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

જૂનાગઢની ધોરાજી ચોકડી નજીક હિંગળાજ હોટલ પાસે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો :સગીરનું મોત

ટક્કર લાગતા બાઈક પાછળ બેઠેલો સગીર ફંગોળાયો અને ભેસાણના માલીણા ગામના 17 વર્ષીય જતીન લુણાસરીયાનું ઘટના સ્થળે જ મોત થયું

જૂનાગઢની ધોરાજી ચોકડી નજીક હિંગળાજ હોટલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલકની બાઈકને ટક્કર વાગતાની સાથે જ બાઈક પાછળ બેઠેલો વ્યક્તિ ફંગોળાયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત બાઈક ચાલકને પણ ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

જૂનાગઢની ધોરાજી ચોકડી નજીક હિંગળાજ હોટલ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. બે યુવકો જૂનાગઢ થી માલીડા ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાના એક કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં ભેસાણ તાલુકાના માલીણા ગામના 17 વર્ષીય જતીન લુણાસરીયા નામના સગીરનું મોત થયું હતું. મૃતકના ફઈના દીકરા દર્શન મજેઠીયાને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ભેસાણ તાલુકાના માલીણા ગામના 17 વર્ષીય જતીન લુણાસરીયાનું ઘટના સ્થળે જ મોત થતા તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:47 PM IST)