News of Tuesday, 3rd June 2025
પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી પરવાનેદારોને હથિયાર જમા કરાવવાની તાકીદ

પોરબંદર, તા.૩૧:પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,વિભાજન,મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન ૨૨ જુનના રોજ યોજનાર છે.
જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેથી આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી.ચૌધરી દ્વારા જિલ્લા જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિヘતિ અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર જમા કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
