News of Tuesday, 3rd June 2025
નિયમીત સાઇકલીંગ હદય માટે ઉત્તમ કસરતઃ શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ
આજે વિશ્વ સાયકલ દિન

પોરબંદર : આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં બાળકો, યુવાઓ અને વડીલો સહિતના નાગરીકો વધતી સ્થૂળતાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના નિરાકરણ, જીવનમાં સક્રિય રહેવા, તણાવ દૂર કરવા તથા પ્રકળતિ સાથે ફરીથી જોડાવાનો એક સરળ અને શક્તિશાળી રસ્તો એટલે ‘સાયકલિંગ'. નિયમિત સાયકલિંગ કરવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડી પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ બની શકાય છે. આમ, સાયકલ ચલાવવાથી થતાં ફાયદા અંગે નાગરિકોને જાગળત કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે યુનાઈટેડ નેશન્સ દ્વારા તા. ૩ જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ' ઊજવવામાં આવે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્થૂળતા સામે લડવાના તેમજ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવાના હેતુસર કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૪,૬૦૦ જેટલા સ્થળોએ લગભગ ૨ લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે.
સાયકલિંગ એ એક ઉત્તમ કાર્ડિયોવાસ્કુલર એક્સરસાઈઝ છે, જે હ્ર દય માટે ફાયદાકારક છે. જેને નિયમિત રીતે કરવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે. સાયકલિંગ કરવાથી ફેફસાંની કાર્યક્ષમતા સુધારો થાય છે. સાયકલિંગથી મન પર સકારાત્મક અસર થાય છે, જે માનસિક આરોગ્ય સુધારે છે. સાયકલિંગથી શરીરની ચરબીમાં ઘટાડો અને શરીરની પોષણશક્તિમાં વધારો થાય છે. સાયકલિંગથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ અને મળત્યુનું જોખમ ઘટાડી શકાય છે. સામાન્ય રીતે સાયકલિંગ કરવાથી નાના બાળકોની ઊંચાઈમાં વધારો થાય છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
