તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 3rd June 2025
નિવૃત ફોરેસ્ટ ઓફીસર આર.પી.જોષીએ જીંદગીની સદી ફટકારી : શતાયુ પ્રસંગે અનેક અધિકારીઓની ઉપસ્થિતિ

રાજકોટઃ ગત ૩૧-પ-ર૦રપનો દિવસ વન વિભાગ માટે વિશિષ્ટ દિવસ હતો. ગીરના જંગલોમાં ફોરેસ્ટ અધિકારી તરીકે દિર્ઘકાલીન ફરજ દરમિયાન નિષ્ઠા પુર્વકની કામગીરી બજાવી નિવૃત થયેલા આર.પી.જોષી (રામજી અદા) સમગ્ર જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓમાં વિશિષ્ઠ સ્થાન ધરાવે છે. તાજેતરમાં તેમના ૧૦૦માં જન્મદિવસની રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકુળની પાવન નિશ્રામાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. શતાયુ દિવસ એટલે કે જીંદગીના ૧૦૦ વર્ષ પુરા ખુમારીભર્યુ જીવન ગુજારનાર રામજી અદાને અભિનંદન પાઠવવા અનેક ફોરેસ્ટ અધિકારીઓ અને તેમના વિશાળ વટવૃક્ષ સમા પરિવારના સભ્યો ઉપસ્થિત રહયા હતા. આઇએફએસ ઓફીસર શ્રી વી.ટી.કોરવાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ફોરેસ્ટ અધિકારીઓ સર્વશ્રી એમ.જે.પરમાર, એસ.પી. જાની, આર.બી.ઝાલા, એસ.એમ.પટેલ, બી.બી.પટેલ, બી.એલ. શુકલા, ડીએફઓ સર્વશ્રી ગોસ્વામી, સી.એમ.વરસાણી, એચ.કે.રબારી, બી.બી.લીંબાસીયા, એ.ડી.તન્ના, જે.કે.ધામી, ડી.જી.પંડયા, એસીએફ સી.પી.રાણપરીયા, એચ.એસ.શર્મા, વી.જે.ભીમાણી, બી.એમ.શુકલા, વી.જી.વણપરીયા ઉપરાંત આરએફઓ, ફોરેસ્ટર, ફોરેસ્ટ ગાર્ડ, વોચમેન અને ઓફીસ સ્ટાફના હેડકલાર્ક, એકાઉન્ટન્ટ, કલાર્ક, પિયુન અને કરાર આધારીત હંગામી સ્ટાફ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયો હતો અને રામજી અદા ઉપર શુભેચ્છાનો વરસાદ કર્યો ત્યારની તસ્વીર નજરે પડે છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
