<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

વેરાવળ પીપલ્‍સ બેન્‍કના પૂર્વ જોઇન્‍ટ મેનેજીંગ ડીરેકટર ગિરીશ ઠક્કરની ભુજ પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્‍ડની તજવીજ

રિઝર્વ બેન્‍કના ખોટા ઇમેઇલ પ્રકરણમાં સંડોવાયેલ ભુજ કોમર્શીયલ કો.ઓ બેન્‍કના જનરલ મેનેજરની ફરિયાદ બાદ કાર્યવાહી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩:  પીપલ્‍સ કો.ઓપ.બેંક ના પુર્વ જોઈન્‍ટ મેનેજીગ ડીરેકટર ને આજે સવારે ૧૧.૩૦ કલાકે બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર આવેલ તેમની ઓફીસે ભુજ ના સાઈબર ક્રાઈમ ના અધિકારી એસ.જી.દેવમણી પોલીસ સ્‍ટાફ સાથે આવી પહોચેલ હતા અને તેમને ઓફીસ માંથી તેને સીધી ઉઠાવી લીધેલ હતો પાટણ દરવાજા પોલીસ માં કસ્‍ટડી માં લીધા અંગે ની નોંધ કરાવી ભુજ લઈ ગયેલ હતા ત્‍યાં તેમને ભુજ એ ડીવીઝન અધિકારીએ સોપતા તેમના નિવેદનો લેવાના શરૂ કરેલ હતું અને ત્‍યાર બાદ રાત્રે ૧૧ વાગ્‍યા ભુજ પોલીસે તેની વિધીવત ધરપકડ કરી કાર્ટ માં રીમાન્‍ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે.

આ બનાવની વિગત એવી છેકે તા.૩૧/૫/૨૦૨૫ ના રોજ ભુજ કોમર્શીયલ કો.ઓપ.બેંક ના જનરલ મેનેજર ધીરેન શંભુલાલ મજેઠીયા એ ફરીયાદ નોધાવેલ હતી કે અમારી બેંક ની ચુંટણી ૨૦૨૨ માં પાંચ વર્ષના સમયગાળા માટે યોજવામાં આવેલ હતી તેમાં ૧૩ ડાયરેકટરો ચુંટાયેલ હતા તેમાં એક હીતેષ ચત્રભુજ ઠકકર, કલ્‍પેશ રતિલાલ ઠક્કર ચુટાયેલ હતા તા.૭/૨/૨૦૨૫ ના અમારી બેંકમાં બંને ડીરેકટરો ના રાજીનામા લેવા બાબતે નો પત્ર મળેલ હતો ત્‍યાર બાદ તા. ૧૭/ર,તા.૨૧/૨,૨૪/૨,૨૫/૨,૨૭/૨ ના રોજ દીનેશ મણીલાલ ઠકકર ના ઈમેલ આઈડી ઉપર થી આરબીઆઈ અમદાવાદ ના ડીપાર્ટમેન્‍ટ ઓફ સુપર વિઝન ના આઈ.ડી પર બન્ને ના નામનો ઉલ્લેખ કરી આર.બી.આઈ નો હવાલો આપી રાજીનામું લેવા જણાવતા ઈમેલ કરવામાં આવેલ હતા જેથી શંકાજતા અમારી બેંક ના સભાસદ દીનેશ મણીલાલ ઠકકર ને પુછતા તેઓએ અમારી બેંક માં લેખીત માં જણાવેલ હતું કે આ પત્ર પોતે લખેલ નથી તેમજ ઈમેલ પણ પોતાની આઈ.ડી માંથી કરેલ નથી કોઈએ ખોટું ઈમેલ આઈ.ડી બનાવીને ઈમેલ કરેલ છે તા.૨૮/૨/૨૫ ના રોજ બોર્ડ ઓફ ડીરેકટર ની મીટીંગ માં ચેરમેન તરીકે કલ્‍પેશ ઠક્કર, એમ.ડી તરીકે હીતેષ ચત્રભુજને નિયુકત કરવામાં આવેલ હતા. તા.૧૪/૩/૨૫ ના રોજ અનિલ શાહના નામની આઈડીમાંથી ફરી પાછો આરબીઆઈ ને અમારી બેંક ના ડીરેકટર ચેતન રતીલાલ શાહ ના નામનો પત્ર એટેચ કરી મેલ કરેલ હતો જે બાબતે તેને પુછતા તેમને બેંક ને લેખીત માં આપેલ મે કોઈ આવો મેલ કરેલ નથી મારા નામે ખોટું ઈમેલ આઈડી બનાવી ખોટો મેલ કરેલ છે તા.૬/૫ ના રોજ મીટીગ માં અમે ચેરમેન, એમ.ડી તથા બેંક એકાઉન્‍ટન્‍ટ જીગર મહેતા હાજર હતા ત્‍યારે રાજીનામા બાબતે પુછતા તમામ મેલા ખોટા હોવાનું કોઈ વ્‍યકતીએ ઈરાદા પુર્વક બેંક ની પ્રતિષ્ઠા ને હાની પહોંચાડવા કરેલ હતું કોઈ અજાણ્‍યા ઈસમે દીનેશભાઈ ના નામનો ખોટો પત્ર બનાવી ખોટી સહી કરી ખરા તરીકે ઉપયોગ કરી અમારી બેંક ના જુના ડીરેકટરો ના રાજીનામા લેવા આરબીઆઈ ને ખોટા ઈમેલ થી જાણ કરેલ હોય જેથી તા.૩૧/૫/૨૦૨૫ના રોજ સાઈબર સેલના પી.એસ.આઈ એસ.જી.દેવમણી ને ફરીયાદ કરેલ હોય જેથી સાઈબર વિભાગ દ્વારા તેની ખુબજ ગંભીરતા લઈ તપાસ કરતા વેરાવળ ના ગીરીશ કનૈયાલાલ ઠકકર ના મોબાઈલ નંબર ઉપર થી ઈમેલ આઈડી બનાવીને કરેલ હોય તેવું જણાતા સાઈબર સેલ ના પી.એસ.આઈ એસ.જી.દેવમણી તથા પોલીસ સ્‍ટાફ વેરાવળ બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર ગીરીશ કનૈયાલાલ ઠકકર ની ઓફીસે ઉપર ચડી જઈ તેને લઈને વેરાવળ પાટણ દરવાજા પોલીસ સ્‍ટેશને પી.એસ.ઓને ભજ પોલીસ કસ્‍ટડીમાં લઈ ગયેલ હોય તેમ ફરજ પર ના પી.એસ.ઓ એ જણાવેલ હતું. ભુજ એ ડીવીઝનના તપાસનિશ અધિકારી પી.એસ.આઈ રાણા એ રાત્રે ૧૧ વાગ્‍યે જણાવેલ હતુ કે વેરાવળ શિવજી નગર માં રહેતા અને બસ સ્‍ટેન્‍ડ પાસે ઓફીસ ધરાવતા ગીરીશ કનૈયાલાલ ઠકકર ઉ.૫૧ ની આઈ.ટી.એકટ ની કલમ ૬૬ તથા ૬૬સી અને બી.એન.એસ ની કલમ ૩૩૬ (૨)(૪)હેઠળ ગુનો નોંધાયેલ હોય જેને રાત્રે ૧૧ વાગ્‍યે સાઈબર ક્રાઈમ ના અધિકારીએ એ ડીવીઝન ને સોપેલ છે જેના નિવેદનો બાદ તની પોલીસે વિધીવત ધરપકડ કરેલ છે આરોપીન કોર્ટ માં રજુ કરી રીમાન્‍ડ ની માંગણી કરવામાં આવશે. ગીરીશ કનૈયાલાલ ઠકકર વેરાવળ પીપલ્‍સ કો.ઓપ.બેંક ના પુર્વ જોઈન્‍ટ મેનેજીગ ડીરેકટર છે તેમજ વિશ્વ લોહાણા મહાપરીષદ રીઝીયન ૩ ના પ્રમુખ છે,ઈન્‍ડીયન રેડકોસ સોસાયટી ગીર સોમનાથના માનદમંત્રી છે તેમજ એલઆઈસી એજન્‍ટ તરીકે વર્ષોથી કામગીરી કરી રહેલ છે ભુજ પોલીસે સીધા તેની ઓફીસે થી ઉઠાવી ત્‍વરીત કસ્‍ટડીમાં લીધાની નોંધ કરાવી ભુજ લઈ ગયેલ હોય આની જાણ અનેક રાજકીય, સામાજીક આગેવાનો થતા પોલીસ સાથે સંપર્ક ના અનેક ધમપછાડા કરેલ હોય પણ ભુજ પોલીસ આવા ગંભીર ગુનામાં કોઈની પણ શહેશરમ રાખયા વગર આરોપીની ધરપકડ કરેલ હતી. ભુજ કોમર્શીયલ કો.ઓપ.બેંકના ચેરમેન કલ્‍પેશ ઠક્કરે જણાવેલ હતું કે આરબીઆઈને છ થી સાત વખત ખોટી ઈમેલ આઈડી બનાવી ઈમેલ કરેલ છે બેંકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરેલ છે અમને પણ અત્‍યારે જાણવા મળેલ છે કે વેરાવળના ગીરીશ ઠકકરની આ ગુનામાં લઈ આવેલ હોય તેવું અમોને પણ રાત્રે જાણવા મળેલ છે.

(1:05 PM IST)