<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

દ્વારકાધીશ ભગવાનના નિજ મંદિરમાં ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વારને સુવર્ણ જડિત કરાયા :જુઓ વિડીયો

ગાંધીનગરના વતની અને દ્વારકાધીશના પરમભકત રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદીએ તેમના માતાની ઈચ્છા પૂર્ણ કરી

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૪ :દ્વારકાધીશ જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વારને સુવર્ણ જડિત કરાયા છે. ગાંધીનગરના વતની અને દ્વારકાધીશના પરમભકત રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી એ તેમના માતાની ઈચ્છા પૂર્ણ કરતાં દ્વારકાધીશજીના નિજ મંદિરના કપાટ (દરવાજા)ને ર૪ કેરેટ સુવર્ણથી જડિત કરાયા છે. 

ગાંધીનગરના ત્રિવેદી પરિવારે આ ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે દર વર્ષે સેંકડો ભાવિકો દ્વારા શ્રધ્ધા અને અહોભાવ સાથે દ્વારકાધીશના શ્રીચરણોમાં સુવર્ણ, ચાંદી ઈત્યાદિ રત્નાભુષણો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે.(તસ્વીર :દિપેશ સામાણી-દ્વારકા)

(9:37 AM IST)