<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ગોંડલ તાલુકામાં ચૂંટણીનો ધમધમાટઃ ૪૦ ગામોમાં ચુંટણી યોજાશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૪: ગોંડલ તાલુકામાં આગામી ૨૨ જૂનના દિવસે સરપંચોની બેઠકની સામાન્‍ય, મધ્‍યસત્ર અને પેટાચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્‍યું છે આ ચૂંટણી અંતર્ગત તાલુકાના કુલ ૪૦ ગામોમાં કયાંક સરપંચ પદ માટે, કયાંક વોર્ડના સભ્‍યો માટે તો કયાંક સમગ્ર ગ્રામપંચાયત માટે મતદાન યોજાશે.

જે ગામોમાં સંપૂર્ણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તેમાં ગોમટા ગામના ૧ થી ૧૦ વોર્ડ, ખડવંથલીના ૧ થી ૮ વોર્ડ, ચોરડીના ૧ થી ૮ વોર્ડ, વાવડી વિડો ૧ થી ૮ વોર્ડ, સુલતાનપુરના ૧ થી ૧૨ વોર્ડ અને પાટખીલોરીના ૧ થી ૮ વોર્ડનો સમાવેશ થાય છે. આ છ ગામોમાં સરપંચની સાથે તમામ વોર્ડના સભ્‍યો માટે પણ મતદાન થશે આ ઉપરાંત, દેવળા અને લીલાખા ગામમાં ફક્‍ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાશે.

જ્‍યારે તાલુકાના અન્‍ય ગામોમાં વોર્ડની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે જેમાં રીબડામાં વોર્ડ નંબર ૩ અને ૮, મેસપરમાં વોર્ડ નંબર ૫, વેકરીમાં વોર્ડ નંબર ૭, ભુણાવામાં વોર્ડ નંબર ૮, ભોજપરામાં વોર્ડ નંબર ૮, મોટા મહીકામાં વોર્ડ નંબર ૪, ધરાળામાં વોર્ડ નંબર ૭, દાળિયામાં વોર્ડ નંબર ૭, મેતા ખંભાળીયામાં વોર્ડ નંબર ૫, ગરનાળામાં વોર્ડ નંબર ૮, માંડણકુંડલામાં વોર્ડ નંબર ૨, કમરકોટડામાં વોર્ડ નંબર ૪, કોલીથડમાં વોર્ડ નંબર ૧૦, ખાંડાધારમાં વોર્ડ નંબર ૭, ચરખડી-પડવલામાં વોર્ડ નંબર ૧, ડૈયામાં વોર્ડ નંબર ૬, નવાગામમાં વોર્ડ નંબર ૮, નાના મહીકામાં વોર્ડ નંબર ૮, બાંદરામાં વોર્ડ નંબર ૪, શેમળામાં વોર્ડ નંબર ૧, વીંઝીવડમાં વોર્ડ નંબર ૧, મુંગાવાવડીમાં વોર્ડ નંબર ૫, રાણસીકીમાં વોર્ડ નંબર ૮, લૂણીવાવમાં વોર્ડ નંબર ૫, વાસાવડમાં વોર્ડ નંબર ૫, વોરાકોટડામાં વોર્ડ નંબર ૭, સિંધાવદરમાં વોર્ડ નંબર ૮, પાટીદળમાં વોર્ડ નંબર ૬, દેરડી (કુંભાજી)માં વોર્ડ નંબર ૫ અને ૮, વાછરામાં વોર્ડ નંબર ૮, રીબમાં વોર્ડ નંબર ૩, અને મોવિયામાં વોર્ડ નંબર ૬ અને ૧૧નો સમાવેશ થાય છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટેનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્‍યું છે, જે મુજબ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો તા. ૦૯/૦૬/૨૦૨૫ સુધીમાં ભરી દેવાના રહેશે. ત્‍યારબાદ તા. ૧૦/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્‍યાથી ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ના રોજ બપોરે ૩ વાગ્‍યા સુધીની રહેશે.બાદમાં ચિત્ર સ્‍પષ્ટ થશે.(૨૩.૪)

(1:42 PM IST)