<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

સુત્રાપાડાના લાખાપરામાં યુવકનું દિપડાએ હુમલો કરતા મોત થતા ખેડૂતોમાં ભય

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૪: સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે રાત્રીના નારણભાઈ પીઠાભાઈ પીઠીયા ખેતીમા કામગીરી કરી રહેલ ત્‍યારે એક ખુંખાર દીપડાએ હુમલો કરતાં નારણભાઈનુ મળત્‍યુ પામેલ છે નારણભાઈની ઉંમર ૩૫ વર્ષની છે યુવાન રાત્રીના વાડીમા પાકને અન્‍ય જાનવરોથી નુકશાન ન થાય તે માટે વાડી એ રખોપું કરી રહેલ અચાનક દિપડો ઉઠાવી ગયો આ બાબતની વહેલી સવારે પરીવાર ને જાણ થતાં ખુબજ દુઃખી થયેલ અને જંગલખાતાને જાણ કરવામાં આવેલ વન વિભાગે યુવકની બોડી પીએમ અર્થ મોકલો આ દિપડા ને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અત્‍યારે અડદ મગ બાજરી તલ સહિત ઉનાળુ પાકો લણવા ની કામગીરી ચાલુ હોવાથી ખેડૂતો ખેતરોમાં કામ કરતા હોય છે અને ખેતી ના પાકો ને અન્‍ય જંગલી જાનવરો થી બચાવવા ખેતરે રખોપું કરતા હોય છે પરંતુ આ ઘટનાને કારણે ખેડૂતોમા ભયનું વાતાવરણ ફેલાયું છે.

થોડા સમય પહેલા સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે થયો થી એક બાળકને દિપડો ઉપાડી ગયેલ અને તેનુ પણ મળત્‍યુ થયેલ હતો આમ છેલ્લા કેટલાક સમય થી દિપડા લોકો ઉપર હુમલા કરે તે ખુબજ ગંભીર બાબત છે જેથી જંગલખાતાના જવાબદાર અધિકારીઓ આ દિપડાને પાંજરે પુરે જેથી ખેડૂતો ભયમુક્‍ત થઇ ખેતીનુ કામ કરી શકે.

(10:46 AM IST)