તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 4th June 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનું જોર ઘટયું : ગિરનાર રોપ-વે બંધ
આખો દિવસ અસહ્ય ઉકળાટ યથાવતઃ બપોરના સમયે ધોમધખતો તાપ વધુ

રાજકોટ, તા., ૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી પવનનું જોર ઘટયું છે. જો કે ગિરનાર ઉપર ભારે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે સુવિધા બંધ કરાઇ છે.
આજે સવારથી અસહ્ય ઉકળાટ યથાવત છે અને બપોરના સમયે વધુ ગરમી પડતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે આજે પણ સવારથી બંધ રહ્યો હતો. સતત છઠ્ઠા દિવસે પણ રોપ-વે બંધ રહેવાના કારણે કંપનીને આવક ગુમાવવાની સાથે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગિરનાર પર્વત ઉપર છેલ્લા છ દિવસથી તોફાની પવન ફું કાઈ રહ્યો છે. જેના પરિણામે છ દિવસથી રોપ વે બંધ રાખવાની ફરજ પડી છે. આમ રોપ વે બંધ રહેવાથી કંપનીના મોટી આવક ગુમાવી પડી છે. જેની સાથે વેકેશનના અંતિમ દિવસોમાં ગિરનારની યાત્રાએ આવતા પ્રવાસીઓ સહિતના લોકોને રોપવેની સફરથી વંચિત રહેવું પડ્યું છે.
દરમિયાન આજે પણ સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૧.૭ કિલોમીટરની રહેવા પામી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.૪, મહતમ તાપમાન ૩૮.૬, ભેજનુ પ્રમાણ ૭ર ટકા, પવનની ગતી ૧ર.૪ કિ.મી. રહી હતી.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
