<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

સિહોરના સુરકા ગામે કૂવામાં પડી ગયેલ યુવતીનો મૃતદેહ ૩૬ કલાકે મળ્‍યો

 

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૪: સિહોર તાલુકાના મોટા સુરકા ગામે  એક વાડીના ઉંડા કુવામાં યુવતી  કુવામાં પડી ગઈ હતી. જેને  ફાયર બ્રિગેડના સ્‍ટાફે   ૩૬ કલાક ની જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્‍યો હતો.મોટા સુરકાના  રામભાઈ ભાવજીભાઈ જસાની ની વાડીમાં ભાગિયા તરીકે પરિવારની હેતલબેન ધાસાભાઈ ડાભી (ઉ.વ.૨૧)  રવિવારે   વાડીમાં  ૨૨૫ ફૂટ ઉંડા કુવામાં અકસ્‍માતે  પડી ગઈ હતી. જેની જાણ સિહોર નગરપાલિકાના ફાયર સ્‍ટાફને કરવામાં આવતા સિહોર નગરપાલિકાના ફાયર સ્‍ટાફ ઘટનાસ્‍થળે પહોંચી યુવતીને  શોધવાની કામગીરી કરી હતી, પરંતુ મોડી રાત સુધી સફળતા નહી મળતા અંતે તળાજા અને ભાવનગરની ફ્રાયર ટીમને બોલવવામાં આવી હતી.  ૨૨૫ કુટ ઉંડા કુવામાં ૧૨૫ ફુટ સુધી પાલી ભરેલું હતું. કાયર વિભાગ દ્વારા કુવાનું પાણી ખાલી કરવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો, પરંતુ કુવામાં પાણીનો પ્રવાહ શરૂ હોવાથી કુવો ખાલી થઈ શકતો નહોતો. અંતે ગત રાત્રે કામગીરી પડતી મુકાઈ હતી. દરમિયાનમાં આજે સવારે ૩૬ કલાક ની બાદ યુવતીનો મળતદેહ મળી આાવતા પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઈ હતી. પોલીસે સ્‍થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:44 AM IST)