<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીઃ શિવજીની વિધિવત પૂજા કરી અભિષેક કરાશે

ગંગા લહેરી સ્‍તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કરાશેઃ ભક્‍તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્‍થાપત્‍યની સ્‍વચ્‍છતાની પ્રતિજ્ઞા લેશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૪: જેઠ શુક્‍લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પળથ્‍વી પર અવતરણ થયું હોવાનો શાષાોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અનેરૂ મહાત્‍મ્‍ય છે. આપણી સંસ્‍કળતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્‍યાં હિરણ, કપિલા, અને સરસ્‍વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્‍યાં ભગવાન શ્રીકળષ્‍ણએ પોતાના બાંધવોની મુક્‍તિ માટે તર્પણ કર્યું હતું. શાષાોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્‍તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે.

આપણી સંસ્‍કળતિની ધરોહર એવા જલ સ્‍થાપત્‍યો સ્‍વચ્‍છ અને ગૌરવમય રહે તેના માટે કયારેય પણ નદી કુવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકળતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામને  સંકલ્‍પ લેવડાવવામાં આવશે.

મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આરતી માટે પ્‍લાસ્‍ટિક કે થર્મોકોલનો ઉપયોગ ન કરવો અને તમામ ભક્‍તોએ આરતીની થાળી અને દીપ પોતાની સાથે લઇને આવવાનું રહેશે.

તમામ ભક્‍તોને ગંગાદશેરા ના પવિત્ર પ્રસંગે આ પાવન આયોજન માં જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્‍ટ તરફથી નિમંત્રણ છે.

(1:44 PM IST)