<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

મથાવડા બાબરીયાત સરતાનપરના યુવાનો સાથે મારામારીના ત્રણ બનાવો

તળાજા પંથકમાં ૨૪ કલાકમાં ૩ મારામારી અને ૪ ને લોહીયાળ ઇજાઓ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૪: પોલીસ દ્વારા ગુન્‍હો આચરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે. છતાંય તળાજા શહેર કે પંથકમાં બનતી લાગલગાટ ક્રાઇમની ઘટનાઓ જોતા પોલીસ ની કડક કાર્યવાહીની અસર અહીં જોવા મળતી નથી.

ગઈકાલ રાત્રીથી આજ સાંજ સુધીમા તળાજાના મેથળા ગામે સરતાનપરના યુવક પર હુમલો, બાબરીયાતના યુવક પર પ્રેમ સબંધે હુમલો અને માથાવડા ગામેં સામસામી મારામારીના બનાવમા ચાર વ્‍યક્‍તિને ઇજાઓ થવા પામી છે.

તળાજા રેફરલ હોસ્‍પિટલ પરથી ગતરાત્રે મારામારીના કારણે ઇજ સાથે રાજુભાઇ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.૨૪)ને લાવવામાં આવેલ. સામા પક્ષે સંજય પીઠાભાઈ ડાભીને માથાના ભાગે ઇજાઓ થઈ હતી. બંનેને ભાવનગર રીફર કરવામાં આવેલ. સંજય ડાભીએ ત્રણ ઈસમો રાજુ ગોરધનભાઈ મકવાણા (રે.માખણીયા), સુરેશ ગોરધન મકવાણા (રે.મથાવડા), કરમશી જબરભાઈ મકવાણા વિરુદ્ધ અનુજાતિને લઈ અપશબ્‍દો કહી, હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

આજે બપોરના સમયે બાબરીયાત ગામના વમરાજ ભીખુભાઈ ચાવડા (ઉ.વ.૩૩) એ પ્રેમ લગ્ન કરેલ હોવાના મામલે સતીષ, સંજય સહિતના વ્‍યક્‍તિ ઓએ માર મારેલ હતો.

બાદ સરતાનપરના નારણ નટુભાઈ મકવાણા મેથળા ગામે સામાન ઉતારવા ગયા હતા. ત્‍યારે સાળા વિશાલ સહિત તેમના પરિવાર એ હુમલો કરી ગરદન નીચે પીઠના ભાગે છરીના બે ઘા મારેલ હતા. જેમાં એક ઘા ધોરી નસ પર વાગતા ડો.સાકીયા એ નસ કપાઈ ગઈ હોય રીફર કરેલ હતા.

(12:49 PM IST)