News of Wednesday, 4th June 2025
પોરબંદરમાં પ્લાસ્ટિકના ઝબલા વાપરતા ૭૩ વેપારીઓ દંડાયાઃ ૧૯૭૦૦ની વસુલી
જાહેરમાં ગંદકી ફેલાવનારા અન્ય ૫૫ લોકોને ૧૮૭૮૦નો દંડ : શહેરમાં બંધ ૧૦૩ સ્ટ્રીટલાઇટોનું મહાનગરપાલિકા દ્વારા રીપેરીંગઃ વોર્ડ નં. ૧ થી ૧૩ વિસ્તારમાં પાણીના વાલ્વનું રીપેરીંગ

પોરબંદર, તા.૪: મ્યુનિસીપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેકટ) ની સૂચના થી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસરશ્રી જગદીશ ઢાંકી તથા જુદા જુદા વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેકટરો દ્વારા માહે મહિના દરમિયાન પ્લાસ્ટિકની એજન્શી ઘરાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતાં ૧૨૦ માઈક્રોનથી ઓછી માઈકોન વાળી બેગ (ઝબલા) ગ્રાહકને વેચતા હોય. તેવા-૭૩ વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ રૂ. ૧૯,૭૦૦/- વસૂલ કરી પ્રતિબંધિત પ૬૩/- કિલો પ્લાસ્ટિક જપ્ત કરેલ છે.
જાહેરમાં ઘાસ તથા જાહેરમાં ગંદકી કરનાર ટોટલ-૫૫ લોકોને રૂ. ૧૮,૭૮૦/- નો દંડ કરવામાં આવેલ છે. વધુમાં લોકોને સ્વચ્છતા અંગે જાગળત થવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા હંમેશા કચરાને ડસ્ટબિનમાં એકઠો કરી મહાનગરપાલિકાની ડોર ટુ ડોર વાહનમાં નાખવા જાણ કરવામાં આવે છે. અન્યથા મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. ૧૦૦/- થી લઈ રૂ. ૫૦૦૦/-સુધીનો દંડ કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા છાંયા તથા નરસંગ ટેકરી, આંબેડકર નગર, ખાખયોક, ઠક્કર પ્લોટ, ગપાઈવાડો, સુભાષનગર, બોખીરા, જયુબેલી, મેમણવાડ, સુતારવાડી, વનાણા, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૩ સ્ટ્રીટ લાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
વોટર વકર્સ વિભાગ દ્વારા આજ રોજ વોર્ડ નં ૧ થી ૧૩ માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં રઘુવંશી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તેમજ મીરાનગર, રઘુવંશી અને રમણપાર્ક વાલ્વ રીપેરીંગની કરાવવામાં આવેલ છે.
ભ્ગાર્ડન વિભાગ દ્વારા રૂપાળીબાગ, કમલા નેહરૂ પાર્ક, રાણીબાગ, યોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ લીમડા -ચોક વિસ્તારમાં વળક્ષની નડતરરૂપ ડાળીઓનું ટ્મિીંગ કરવામાં આવેલ છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
