News of Wednesday, 4th June 2025
જૂનાગઢમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાની કામગીરી
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની આગેવાનીમાં ટીમ ત્રાટકી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪: રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા સાહેબની તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જુનાગઢ શહેરમાં નવાબના સમયથી રોડ રસ્તા હોય અને હાલમાં તેના કરતા વાહનમાં ઘણો બધો વધારો થયેલ હોય જેથી જુનાગઢની જનતાને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યા, જુનાગઢ શહેર નાઓની સુચના મુજબ શહેર ટ્રાફિક શાખાના પી.આઇ. બી.બી. કોળી એ શહેરના એમ.જી રોડ, ચિતાખાના, ગાંધીચોક. એસ.ટી.બસ સ્ટેન્ડ, ત્રીમુર્તી રોડ, તળાવ રોડ આઝાદ ચોક, કાળવા ચોક જેવા વિસ્તારના વાહન ચાલકો દ્વારા આડેધડ ર્પાકિંગ કરી, અન્ય ટ્રાફિક નિયમનનું પાલન કરનાર વાહન ચાલકોને અડચણ કરતા વાહન ચાલક વિરૂધ્ધ જેમા મો.સા, રીક્ષાઓ, ફોર વ્હિલરનાઓને લોક મારી તેમજ રીક્ષા ચાલકો ગમે ત્યા પેસેન્જરને બેસાડવા ઉતારવા વાહનો પાર્ક કરતા આશરે ૨૫ જેટલા રીક્ષાઓને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે. રીક્ષા ચાલકોની ટ્રાફિક ઓફિસ ખાતે એક મીટીંગ રાખી તેઓને ટ્રાફિક નિયમનની જરૂરી સમજ કરવામાં આવેલ છે.
તેમજ એક ઇંકો એમ્બ્યુલન્સના ચાલક જેના રજી નં.જીજે-૦૪-ઇએ-૨૫૨૨ ની આર.ટી.ઓ.માં કોઇ પ્રકારનું રજીસ્ટ્રેશન કે મંજુરી લિધા વગર સદરહું ઇકો વાહન ગે.કા એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતો હોવાનું હકીકત આધારે મળી આવતા સદરહું વાહન એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ આ ઇકો એમ્બ્યુલન્સનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા માટે આર.ટી.ઓ અધિકારીશ્રી જુનાગઢનાઓને લેખીતમાં જાણ કરેલ છે.(તસ્વીરઃ મુકેશ વાધેલા, જુનાગઢ)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
