<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

જેતપુરના કારખાનામાં છત પરથી પટકાતા સુરજનું મોત

પાંચ બહેનના એકનાએક ભાઈના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા.૪: જેતપુરના સામાકાંઠે આવેલ એક કારખાનામાં છત પરથી પડી જતા બીહારના યુવાનનું મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ મૂળ બીહાર હાલ જેતપુરમાં સામાકાંઠા વિસ્‍તારમાં કારખાનામાં પાંચ દિવસ પહેલા કામ કરવા માટે આવેલો સુરજ શીવમુર્તી બીન્‍દ (ઉ.વ.૧૮) રાત્રે કારખાનાની અગાશી ઉપર સૂતો હતો. મોડી રાત્રે ઉઠીને પેશાબ કરવા જતા તે અગાશી પરથી પટકાતા તેને માથા તથા શરીરે ઇજા થઈ હતી. બાદ તેને સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું. મૃતક સુરજ પાંચ દિવસ પહેલા કારખાનામાં કામ કરવા માટે આવ્‍યો હતો. પાંચ બહેનના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(1:32 PM IST)