<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની રેકર્ડ ચકાસણી કરી : ગામમાં ચાલી રહેલ જમીન માપણી સ્થળની મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા

રેકર્ડની જાળવણી, રેવન્યુ રેકર્ડની ચકાસણી, વિવિધ ફાઈલોની જાળવણી, વેરા વસુલાતની કામગીરી, જન્મમરણ રજીસ્ટર, ભાડા પેટે આપેલ જમીનનું રજીસ્ટર વગેરે રજીસ્ટરની ચકાસણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪  : જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની મુલાકાત લઇ પંચાયતના રેકર્ડની ચકાસણી કરી હતી. જેમાં તેઓએ રેકર્ડની જાળવણી, રેવન્યુ રેકર્ડની ચકાસણી, વિવિધ ફાઈલોની જાળવણી, વેરા વસુલાતની કામગીરી, જન્મમરણ રજીસ્ટર, ભાડા પેટે આપેલ જમીનનું રજીસ્ટર વગેરે રજીસ્ટરની ચકાસણી કરી લગત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા. 

કલેકટરશ્રીએ ગામમાં જે ખેતરોમાં જમીન માપણીની કામગીરી ચાલી રહી છે ત્યાં સ્થળ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરી જમીન રી-સર્વેની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તથા ખેડૂતો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી અધિકારીશ્રીઓને લોકોની રજૂઆતોનું હકારાત્મક નિરાકણ લાવવા જણાવ્યું હતું. 

આ મુલાકાતમાં કલેકટરશ્રી સાથે જામનગર શહેર પ્રાંત અધિકારીશ્રી પ્રશાંત પરમાર, ડીઆઈએલઆર અધિકારી કે.એન.ગઢિયા, લગત અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

(2:54 PM IST)