News of Wednesday, 4th June 2025
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ભાવનગર સહિત બ્રહ્માકુમારીઝ દેશભરના 8000 સેવા કેન્દ્ર પર એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાશે.
સમગ્ર ભારત માં પાંચ લાખ વૃક્ષો વાવવામાં આવશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : વૈશ્વિક આધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરના સેવા કેન્દ્રો ગીતા પાઠ શાળા ઓમાં વૃક્ષારોપણ માટે લોકોને જાગૃત કરી 8000 સેવા કેન્દ્ર પર 5 લાખ વૃક્ષો એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વાવવામાં આવશે
ભાવનગર બ્રહ્માકુમારી મીડિયા સયોજકના જણાવ્યા અનુસાર માતૃશક્તિ સંચાલિત બ્રહ્માકુમારીઝ સંસ્થામાં આજે સવારના જ્ઞાન યોગ ક્લાસમાં પર્યાવરણ જાગૃત અંગે સમય આપી સંસ્થામાં આવતા બ્રહ્માકુમા ભાઈ બહેન પોતાના ઘર ખેતર સેવા કેન્દ્ર રીટરીટ સેન્ટર પર વૃક્ષો વાવવા તેનું જતન કરવા અનુરોધ કરવામા આવશે
મુખ્ય કાર્યક્રમ આબુ ખાતેના તપોવન દાદી ગુલઝાર પાર્ક જે 100 એકરમાં આવેલ છે ત્યારે એક સાથે 21,000 વૃક્ષો વવાશે સાથે સેવા કેન્દ્ર પર પણ કાર્યક્રમ યોજાશે ગુજરાતના સેવા કેન્દ્ર ખાતે સવારે સાતથી આઠ ખાતે એક પેડ મા કે નામ કાર્યક્રમમા અને પર્યાવરણ પ્રેમીઓને હાજરીમાં યોજાશે તથા વૃક્ષારોપણ કરવામાં આવશે અને સર્વને વૃક્ષારોપણ માટે જાગૃત કરવામાં આવશે
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
