<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

માળિયાના નવા દેરાળા ગામે ટીસી પર ચડી ગયેલ બાળકીનું વીજશોકથી મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના  નવા દેરાળા ગામે બાળકી ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ માળિયા તાલુકાના નવા દેરાળા ગામે રહેતા રમેશભાઈ માંગતીયાભાઈ ભીલની ૫ વર્ષની દીકરી મીના ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા બાળકીને વીજશોક લાગતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(12:30 AM IST)