News of Thursday, 5th June 2025
મોરબી શહેરના મુખ્ય માર્ગો પર લગાવેલા ૫૦ જેટલા હોડીંગ્સ હટાવ્યા.
ચોમાસાની ઋતુમાં હોડીંગ્સ તૂટી પડી કોઈ કોઈ અકસ્માત ના સર્જે તે માટે તકેદારીના ભાગરૂપે હોડીંગ્સ દુર કરાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં આડેધડ ખડકી દેવામાં આવેલ હોડીંગ્સ હટાવવાની કામગીરી કરી હતી ચોમાસાની ઋતુમાં હોડીંગ્સ તૂટી પડી કોઈ કોઈ અકસ્માત ના સર્જે તે માટે તકેદારીના ભાગરૂપે હોડીંગ્સ દુર કરવામાં આવ્યા હતા.
મોરબી મહાપાલિકા તંત્ર દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારમાં લગાવેલ હોડીંગ્સ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી શેહરના બાપા સીતારામ ચોક, અવની ચોકડી અને શહેરના અન્ય માર્ગો પર હોડીંગ્સ હટાવવામાં આવ્યા હતા કુલ ૫૦ જેટલા હોડીંગ્સ હટાવી દેવામાં આવ્યા છે ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે હોડીંગ્સ હટાવવાન કામગીરી કરવામાં આવી હતી.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
