<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

લીંબડીમાં મકાનની છત તૂટી પડતા બે મહિલાઓને ઇજાઃ અનેક મકાનો જર્જરિત

વઢ઼વાણ તા.પઃ લીંબડીની જૂની સોસાયટીમાં આવેલા એક મકાનની છત અચાનક તૂટી પડતાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. મહિલાઓને માથા અને શરીરના અન્‍ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. બંને ઈજાગ્રસ્‍ત મહિલાઓને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે લીંબડી હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી. ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં અનેક બિલ્‍ડીંગ હોય તેમ જ મકાનો છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને ભૂકંપ આવ્‍યા બાદ અનેક મકાનો જર્જરિત બન્‍યા હતા એનું સમારકામ પણ લોકો દ્વારા કરવામાં આવતા અનેકવાર આવી ઘટનાઓ સામે આવે છે ત્‍યારે ફરીવાર લીમડી ખાતે મકાનની  છત ધસી પડતા બે મહિલાઓને ઈજા થઈ હતી.  તંત્રએ આવા જર્જરીત બનેલા મકાનની તાત્‍કાલિક નોટિસ આપી અને પાડવા માટેની કામગીરી હાથ કરવી જોઈએ તેવી પણ લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે

(10:30 AM IST)