<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

મોરબીમાં વિશ્‍વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત' તેમજ ‘મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત'ના ઉદ્દેશોને સિદ્ધ કરવા સાંસ્‍કળતિક કાર્યક્રમો

ધારાસભ્‍ય કાંતિભાઇ અમૃતિયાના અધ્‍યક્ષસ્‍થાને પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમમાં ઉપસ્‍થિત સર્વેને મહાનુભાવોના હસ્‍તે કાપડની બેગનું વિતરણ કરાયું

મોરબી, તા.૫: જૂન-મોરબીમાં કેસર બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્‍વયે મોરબીમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓની કચેરીના સંયુક્‍ત ઉપક્રમે ‘પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત' તેમજ ‘મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત અભિયાન'ના ઉદ્દેશ્‍યોને સિદ્ધ કરવા યોગ નીદર્શન, નાટક, સ્‍વરક્ષણના અને સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયા હતા. પર્યાવરણના જતન માટે સૌને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી કાંતિભાઈ અમળતિયા અને મોરબી મહાનગર પાલિકાના કમિશનર સ્‍વપ્‍નિલ ખરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શાબ્‍દીક સ્‍વાગત ડેપ્‍યુટી કમિશનર સંજય સોનીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્‍યાસ, પ્રદૂષણ બોર્ડના અધિકારી સોની, સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા તથા મોટી સંખ્‍યામાં લોકો  ઉપસ્‍થિત  રહ્યા હતા.

(10:51 AM IST)