News of Thursday, 5th June 2025
રાજકોટ-પોરબંદરની ચાલુ ટ્રેનમાંથી મહિલાએ કુદકો માર્યો : ગંભીર ઇજા
ટ્રેનના બીજા કોચમાં આગ લાગ્યાની વાત ઉડતા મહિલા ગભરાય ગયેલઃ બાલવા રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનમાંથી કુદકો મારનાર મહિલા રાજકોટમાં રહે છે અને ટ્રેનમાં પોરબંદર જઇ રહેલ :રેલ્વે ડીવીઝનના પી.આર.ઓ. સંભવસિંહે જણાવ્યું કે રાજકોટ-પોરબંદરની ચાલુ ટ્રેનનાં કોચમાં આગની ઘટના બની નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. પ : રાજકોટથી પોરબંદર જતી ટ્રેન બાલવા રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે રાજકોટમાં રહેતા હંસાબેન સવજીભાઇ (ઉ.વ.૬૦) એ ચાલુ ટ્રેઇનમાંથી કુદકો મારી દેતા તેમને ગંભીર ઇજા થતા તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયેલ છે. રાજકોટમાં ઢેબર કોલોનીમાં રહેતા હંસાબેન સવજીભાઇ ચૌહાણ (ઉ.વ.૬૦) રાજકોટ-પોરબંદર ટ્રેનમાં પોરબંદર જઇ રહેલ ત્યારે ટ્રેનના બીજા કોચના વ્હીલમાં તણખા ઉડયા બાદ આગ લાગ્યાની વાતો અન્ય મુસાફરો કરતા હોય આ વાત સાંભળીને ગભરાય ગયેલા હંસાબેને પોતાનો જીવ બચાવવા બાલવા રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાંથી કુદકો મારી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઘટના અંગે રેલ્વે ડીવીઝનના પીઆરઓ સંભવસિંહે જણાવેલ કે રાજકોટ-પોરબંદર ટ્રેઇનમાં આગની ઘટના બની નથી અને આ ટ્રેનમાં આગ લાગ્યાનો કોઇ સંદેશો પણ મળ્યો નથી. (૯. ૧૪)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
