News of Thursday, 5th June 2025
કચ્છના દરિયાકાંઠેથી BSF જવાનોને 7 ડ્રગ્સના પેકેટ મળ્યા :FSLમાં તપાસ માટે મોકલાયા
કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ નશા પ્રદાર્થ મળવાનો સિલસિલો યથાવત :લખપતના રોડાસર-મેડી નજીકના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ મળ્યા

કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. પ્રાથમિક વિગતો મુજબ લખપતના રોડાસર-મેડી નજીકના દરિયાકાંઠેથી 7 ડ્રગ્સના પેકેટ મળ્યા છે. BSF જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે બિનવારસી ડ્રગ્સના પેકેટનો કબજો લઈ તપાસ માટે મોકલાયા છે. નોંધનીય છે કે, કચ્છના દરિયાકાંઠેથી અગાઉ પણ અનેક વાર બિનવરસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠેથી અવાર-નવાર ડ્રગ્સ મળી આવતું હોય છે. જેમાં ખાસ કરી કચ્છના દરિયાકાંઠેની બિનવરસી ડ્રગ્સ મળી આવે છે. આ ક્રમમાં ફરી એકવાર કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળી આવ્યું છે. માહિતી પ્રમાણે લખપતના રોડાસર-મેડી નજીકના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ મળ્યા છે. BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી ડ્રગ્સના 7 પેકેટને FSLમાં તપાસ માટે મોકલાયા છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
