<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

સનાળી ગામ પાસે શેઢા બાબતે હિંમતભાઇ ઉપર કોદાળીથી હુમલો

વિંછીયા પોલીસમાં નટવર પટેલ સામે ફરિયાદ

રાજકોટ તા.પઃ વિંછીયાના સનાળી ગામ પાસે વાડીમાં શેઢામાં ચાલવા પ્રશ્‍ને માથાકુટ થતા યુવાનને બાજુના ખેતર ધરાવતા શખ્‍સે કોદાળીથી હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ સનાળી ગામમાં રહેતા હિંમતભાઇ વાલજીભાઇ દરલીયા (ઉ.વ.૪૩) ગઇકાલે પોતાની વાડીએ હતા ત્‍યારે બાજુમાં વાડી ધરાવતા નટવર ત્રીકમભાઇ પટેલે આવી શેઢામાં ચાલવા બાબતે ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ કોદાળીથી હુમલો કરતા હિંમતભાઇને માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. આ અંગે વિંછીયા પોલીસે તપાસ હાથધરી છે.

(2:10 PM IST)