News of Thursday, 5th June 2025
ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરજનો ના પ્રાણ પશ્ર્નો બાબતે નગર પાલિકાના વહિવટદાર મામલતદારને આવેદન પાઠવ્યું
ગામના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

( જયેશ પટેલ દ્વારા ) ટંકારા : કોંગ્રેસ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણી, મોરબી જિલ્લા મહામંત્રી રમેશ રબારી, કદાવર નેતા મહેશ રાજકોટિયા, ફિરોઝભાઈ, નાગજીભાઈ ભરવાડ, રુસ્તમભાઈ ચૌધરી, સહિતના અન્ય આગેવાનો દ્વારા આજરોજ ટંકારા મામલતદાર કચેરી ખાતે પાલિકાના વહિવટદાર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં અપૂરતા પાણી આપવા બાબત. રોડરસ્તા. ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, મોનસુન કામગીરી, અન્ય ઘણા ગામના મુદ્દાઓની મૌખિક અને લેખિત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં મેઇનતો ભુતિયા કનેક્શન લઈને બેઠેલા અને પોતાના અંગત સ્વાર્થ માટે સરકારી પાણી વાપરતા લોકોને ભુતીયા કનેક્શન કાપવામાં આવે અને આ લોકો વિરુદ્ધ દંડ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સાથે સાથે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું જો આવનારા સાત દિવસોમાં ભુતિયા કનેક્શન કાપવામાં નહીં આવે અને ગામના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
