News of Thursday, 5th June 2025
સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
જાગૃતિ કાર્યક્રમ, ક્વિઝ તેમજ સ્લોગન સ્પર્ધાઓ નું આયોજન, ફિલ્મ શો તેમજ બૅનર નું પ્રદર્શન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરાયું

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : વર્તમાન સમયે જ્યારે સતત વધતાં જતા ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને પરિવહન તેમજ પ્લાસ્ટિકના વધતા જતા વપરાશ જેવી પ્રવૃતિનાં લીધે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ ની સમસ્યાઓ જેમકે વૈશ્વિક ઉષ્ણતા, આબોહવા પરિવર્તન, ઇકોસિસ્ટમ વિક્ષેપન જોવા મળે છે ત્યારે પર્યાવરણનું જતન એ આજ અને આવતા ભવિષ્ય માટે વધુ હિતાવહ અને અનિવાર્ય છે. તેથી જ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા અર્થે વૈશ્વિક જાગૃતિ વધારવા માટે દર વર્ષે જુન મહિનાની ૫મી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તે એક એવો દિવસ છે જે પૃથ્વી પરના દરેકને પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓમાં સામેલ થવાની યાદ અપાવે છે
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ, થર્મલ પાવર સ્ટેશન સિક્કા ખાતે જમીન પુનઃસંગ્રહ, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણ પર લોક જાગૃતિ અર્થે તારીખ ૩૦ મે ૨૦૨૫ થી ૫ જૂન ૨૦૨૫ ના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં પર્યાવરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટીકની વસ્તુઓના ઉપયોગ બંધ કરવાના વિષય પર આધારિત જાગૃતિ કાર્યક્રમ, ક્વિઝ તેમજ સ્લોગન સ્પર્ધાઓનું આયોજન, ફિલ્મ શો તેમજ બૅનર નું પ્રદર્શન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર કર્મચારીગણ તેમજ સી.આઈ.એસ.એફ. અધિકારીગણ સહર્ષ ભાગ લીધો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ ના આયોજન ને સફળ બનાવવા સંકુલના વડા એચ. ડી મુંધવા, અધિક્ષક ઇજનેર એન.આર. પટેલ ના માર્ગદર્શન હેઠળ સર્વે કર્મચારી ગણે જહેમત ઉઠાવી હતી એન. ડી.ત્રીવેદીની યાદીમાં જણાવેલ છે
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
