<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

માળિયા (મિયાણા) તાલુકા કોર્ટ ખાતે વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માળિયા (મિયાણા) તાલુકા કાનૂની સેવાસત્તા મંડળ કોર્ટ દ્વારા માળિયા (મિયાણા) ખાતે વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક૨વામાં આવી હતી. જેમાં મેજિસ્ટ્રેટ ગઢવી સાહેબ, માળિયા (મિયાણા) કોર્ટનો સ્ટાફ, વકીલ મંડળ, તાલુકા કાનૂની સેવાસત્તા મંડળના અરૂણભાઈ સોલંકી, અબ્બાસભાઈ જામ તેમજ માળિયા (મિયાણા) ફોરેસ્ટર જે.એ. પીપળીયા, ફોરેસ્ટનો સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

(11:13 PM IST)