News of Friday, 6th June 2025
લાઠી પોલીસ સ્ટેશનમાં પીઆઇ સોનીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
તહેવારો દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, સૌહાર્દ અને એકતાની ભાવનાથી દરેક સમાજ એકબીજાનો સહયોગ કરવા અપીલ

લાઠી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર સોની સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠકમાં આગામી તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાનું જાળવવાનું આયોજન ચર્ચાયું હતું.
આ બેઠકમાં લાઠી શહેર ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ સોનીએ હાજરી આપી અને મહત્વપૂર્ણ વ્યક્તવ્ય આપ્યું હતું . તેઓએ તહેવારો દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, સૌહાર્દ અને એકતાની ભાવનાથી દરેક સમાજ એકબીજાનો સહયોગ કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું . તેઓએ સૌ લોકોને તંત્ર સાથે સહકાર આપવા અને જવાબદાર નાગરિક તરીકે શાંતિ જાળવવા અપીલ કરી હતી .
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
