તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Friday, 6th June 2025
મોરબી કોર્પોરેશન સ્ટાફ અને ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા અગામી દિવસોમાં ૪૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશન ઓફીસ ખાતે કમિશ્નર સ્વપ્નીલ ખરે, કોર્પોરેશન સ્ટાફ અને ગુજરાત ગેસ લીમીટેડ એરિયા હેડ કમલેશ કંટારીયા તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે તેને સાર્થક કરવા ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા અગામી દિવસોમાં ૪૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ મોરબી ખાતે ૨૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવશે પ્રકૃતિનું રક્ષણ આપણા સર્વેની સામુહિક જવાબદારી છે તેમ કમિશનરે જણાવ્યું હતું આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યાપક બની સકે છે મોરબી મહાપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોનો સહયોગ મેળવી અને મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવશે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
