<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

મોરબીની સત્યમપાન વાળી શેરીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો.

વિદેશી દારૂના જથ્થા સાથે મુકેશ પરમારને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના સત્યમપાન વાળી શેરીમાં ઓમ સેન્ટર એન્ટર પ્રાઈઝ પાસે રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની પેટ્રોલીંગમાં હોય દરમિયાન શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં ઓમ એન્ટરપ્રાઈઝ પાસે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નાંફ ૮ કીમત રૂ.૪૩૯૨ સાથે મુકેશભાઈ જેરામભાઈ પરમારને ઝડપી પાડી મિલન ભરતભાઈ કણજારીયાની શોધખોળ હાથ ધરી છે.

(12:14 AM IST)