<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

વઢવાણઃ કૌટુંબિક દાદાની બંદુક સાથે ફોટો પડાવવો પૌત્રને ભારે પડયો

 

વઢવાણ, તા.૬: લોકો હથિયાર સાથેના ફોટા કે વીડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. ત્‍યારે પોલીસ પણ સોશિયલ મીડિયામાં આવી ગેરકાયદેસર પ્રવળતી સામે વોચ રાખી રહી છે. જેમાં વઢવાણના વેળાવદર ગામે રહેતા દશરથ દાજીભાઈ ઝેઝરીયાએ તેના ઈન્‍સ્‍ટાગ્રામ આઈડીમાં હથીયાર સાથેનો ફોટો મુકયો હતો. આ વાત જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્‍સ ટીમના અશોકસીંહ પરમાર, હરદેવસીંહ પરમારના ધ્‍યાને આવી હતી. આથી દશરથ ઝેઝરીયાને બોલાવી પુછપરછ કરતા તેણે જણાવ્‍યુ કે, તે ૫ વર્ષ પહેલા વેળાવદર રહેતા તેના કૌટુંબીક દાદા રાયમલભાઈ અમરશીભાઈ ઝેઝરીયાની વાડીએ ગયો હતો. તેઓની પાસે પાક રક્ષણના પરવાનાવાળુ હથીયાર હતુ. આથી હથીયાર સાથે દશરથે ફોટો પાડયો હતો. અને સોશીયલ મીડીયામાં મુકયો હતો. આથી દશરથ ઝેઝરીયા અને રાયમલ ઝેઝરીયા સામે આર્મ્‍સ એકટ મુજબ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી દશરથની ધરપકડ કરાઈ છે.

(12:00 PM IST)