તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૧ શનિવાર
News of Friday, 6th June 2025
જસદણમાં નેચર ક્લબ દ્વારા જીલેશ્વર પાર્કને સ્વચ્છ બનાવવા પ્લાસ્ટિક કચરો એકઠો કરાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૬: વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં જનભાગીદારીથી ‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જસદણ શહેરમાં જીલેશ્વર પાર્ક ખાતે નેચર ક્લબ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પર્યાવરણ જાગરણ ટીમ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગળતિ લાવવાનો અને પર્યાવરણ સંરક્ષણમાં જનસમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ જીલેશ્વર પાર્કમાં ફેલાયેલા પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવાની કામગીરી કરાઈ હતી. ત્યાર બાદ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી, જીલેશ્વર પાર્ક સ્વચ્છ અને રમણીય બન્યો છે. આ તકે ક્લબના સભ્યો ઉપરાંત જાગળત નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. ઘનશ્યામભાઈ જેબલિયા, ડો. જયંતીભાઈ મોવલીયા, અરવિંદભાઈ પરમાર, મનસુરભાઈ ભારમલ, સચીનભાઈ ભટ્ટ સહિતના યુવાનોએ સ્વચ્છતાની કામગીરી હાથ ધરી હતી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
