તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 6th June 2025
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાનું વૃક્ષારોપણ મહાઅભિયાન : વૃક્ષાક્રોપણ માટે ૧૦ કરોડના ફંડની જાહેરાત
હરિકળષ્ણ એક્સપોર્ટના કર્મચારીઓ, કારીગરો વૃક્ષારોપણ કરીને પૈસા મેળવશે : એક વૃક્ષ દીઠ ઉછેર બદલ એકહજાર રૂપિયા કારીગરોને ચૂકવાશે : આ વર્ષમાં કારીગર સો વૃક્ષ વાવીને રૂપિયા એક લાખની કમાણી કરી શકશે : હરિકળષ્ણ એક્સપોર્ટનો ગુજરાતને હરિયાળું બનાવવા પ્રયાસ : જો અમારી જેમ બધી કંપની આવો પ્રયાસ કરે તો ભારત વિશ્વનો સૌથી હરિયાળો પ્રદેશ બનશેઃ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: આજે વિશ્વ પર્યાવરણ દીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરેલ છે જે અંતર્ગત તેઓ વૃક્ષારોપણ તથા વળક્ષ ઉછેર બદલ દસ કરોડ રૂપિયાનું મહાદાન કરશે. હરિકળષ્ણ કંપનીના કર્મચારીઓને ગ્રીન વોરિયર બનાવાશે. કંપની દ્વારા દરેક હીરા કારીગર તથા કર્મચારીઓને વળક્ષારોપણ તથા વળક્ષ ઉછેર બદલ એક વળક્ષ દીઠ ૧૦૦૦ રૂપિયા અપાશે કોઈ પણ કર્મચારી ૧૦૦ વળક્ષનું વાવેતર-ઉછેર કરીને એક લાખ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત કારીગરના નિવળત્ત માતા-પિતા પણ આ વૃક્ષારોપણના મહાઅભિયાનમાં જોડાશે.
આ અંગે સવજીભાઈ ધોળકિયા સાથે વાત કરતા તેમણે જણાવેલ છે કે તાજેતરમાં હું સિક્કિમ રાજ્યની મુલાકાતે ગયો હતો. ત્યાંની સરકાર બાળકના જન્મ પર વળક્ષારોપણ કરવા બદલ ફંડ આપે છે ત્યાંથી મને પણ આ બાબતે પ્રેરણા મળેલ, તેઓએ કહ્યું હતું કે અમારી જેમ અન્ય કંપની પણ આ પ્રકારની પહેલ હાથ ધરે તો ભારત વિશ્વનો સૌથી હરિયાળો પ્રદેશ બનશે. આ વર્ષમાં અમારી કંપની તથા કારીગરો મળીને બે લાખ વળક્ષો વાવીને હરિયાળુ અને પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવા પ્રયત્ન કરશે.તેવું મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવેલ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
