News of Friday, 6th June 2025
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા આજથી બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે : જામનગર, પોરબંદર અને રાજકોટની મુલાકાત

(ભુજ) ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૬ અને ૭ જૂન, ૨૦૨૫ના રોજ જામનગર, પોરબંદર અને રાજકોટના પ્રવાસ અર્થે આવનાર છે.
આ પ્રવાસ દરમિયાન શ્રી માંડવિયા તા.૦૬ જૂન ૨૦૨૫, શુક્રવારના રોજ સાંજે ૦૫ વાગ્યે જામનગર ખાતે આયોજિત જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પદગ્રહણ સમારોહ ખાતે હાજરી આપશે અને સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે.
તા.૦૭ જૂન સવારે ૧૦ વાગ્યે તેઓ પોરબંદર ખાતે આયોજિત ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં હાજરી આપશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
સાંજે ૦૪ વાગ્યે તેઓ રાજકોટના ખંઢેરી ખાતે આવેલ નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કરશે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
