News of Friday, 6th June 2025
ખેતીબેંકની તમામ શાખા કચેરીઓએ અને વડી કચેરીએ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ અને વિશ્વ પર્યાવરણ દિનના અવસરે વૃક્ષારોપણ

જુનાગઢઃ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ અને વિશ્વ પર્યાવરણ દિનના અવસરે બેંકના ચેરમેનશ્રી ડોલરભાઇ કોટેચાના માર્ગદર્શન હેઠળ ખેતી બેંકની રાજયભરમાં તાલુકા મથકોએ આવેલ ૧૭૭ શાખાઓ અને જીલ્લા મથકોએ આવેલ ૧૭ જીલ્લા કચેરીઓ અને આશ્રમ રોડ, અમદાવાદ ખાતે આવેલ બેંકની વડી કચેરી ખાતે બેંકના કર્મચારીઓએ એક અનોખી પહેલ કરીને વૃક્ષારોપણ કરેલ. બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા બેંકની વડી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળી ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઇ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવેલ.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
