તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Friday, 6th June 2025
સંગઠીત ગુન્હાહિત ગેંગના મુખ્ય આરોપી ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે. શેઠએ પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃતિના આર્થિક વ્યવહારોથી મેળવેલ રૂપિયા પચ્ચાસ લાખ ગુજ.સી.ટોકના ગુન્હા હેઠળ કબ્જે કરતી જૂનાગઢ પોલીસ
ગેરકાયદેસર બેનામી વ્યવ્હારો બાબતે ઇન્કમ ટેકસ તથા ઇ.ડી.ને તપાસ કરવા રીપોર્ટ કરવામાં આવશે : વધુ તપાસનો ધમધમાટ : ધીરેન અમૃતલાલ કારીયાને વ્હેલીતકે દબોચી લેવા પ્રયાસો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬ : જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની સુચના અન્વયે લુખ્ખા, ટપોરી, શરીર સબંધી જેમાં ખુન, ખુનની કોશીષ, લુંટ, અપહરણ, બળજબરીથી કઢાવી લેવાની કોશીષ તેમજ પ્રોહીબીશન જેવા ગુન્હાઓમાં અવાર-નાવર સંડોવાયેલ હીટ લીસ્ટ ગુન્હેગારોની યાદિ તૈયાર કરાવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોની ગુન્હાહિત ઇતિહાસ તપાસી આવા ઇસમો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય તેમજ ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ જૂનાગઢ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતુ
ગુજરાત રાજ્યના ટોપ- ૨૫ લીસ્ટેડ બુટલેગરો પૈકીનો અનુ નં.૧૯ નો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.૩૦૩, જૂનાગઢ જી. જૂનાગઢ વાળાની સંગઠીત ટોળકી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૨૦૧/૨૦૨૫ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧)(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ ૫ ઇસમોને અટક કરવામા આવેલ.
હાલ નાસતા ફરતા રહેલ આરોપી પૈકી મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ કારીયાની તપાસ દરમ્યાન જાણાઇ આવેલ કે આર.કે. આંગડીયા પેઢીના સંચાલક દ્રારા સંગઠીત ટોળકીના મુખ્ય આરોપી- ધીરેન કારીયાના દારૂના ધંધાના નાણાકીય વ્યવહારો અંગે પોતાના મોબાઇલ ફોનમાાં CASHBOOK એપ્લીકેશનમા વ્યવહારોની નોંધ કરવામા આવેલ હોય જેમા તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૨૫/૦૪/૨૦૨૫ સુધીના ધીરેન કારીયાના આથીક નાણાકીય વ્યવહારોની લેતી–દેતીનુ કુલ ટ્રાન્જેક્શન રૂા.૯૨,૧૦,૧૫૦/-નુ થયેલ. જે વ્યવહારો મુખ્ય આરોપી- ધીરેન કારીયાના પુત્ર પરમ ધીરેન કારીયા દ્રારા એપ્રીલ-૨૦૨૫ માસમાં કુલ-૦૯ વખત નાણાકીય વ્યવહારો કરવામા આવતા હોવાનુ CASHBOOK એપ્લીકેશનના રીપોર્ટમા તેમજ રૂપીયાની ઉપાડ તથા જમા કરાવવા આવતા હોવાનુ આંગળીયા પેઢીના CCTV ફુટેજમાં જોવામા આવેલ તેમજ ઉપરોક્ત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોકનો ગુન્હો દાખલ થયેલ હોવા છતા ગેંગે પોતાની ગુન્હાહિત પ્રવૃતિ સતત શરુ રાખી જેમા ગેંગ લીડર ધીરેન કારીયા સાથે ટેલીગ્રામ ચેનલથી સંપર્કમા રહી તમામ નાણાકીય વ્યવહારો પરમ ધીરેન કારીયા સંભાળતો હોય અને ગુજ.સી.ટોકનો ગુન્હો દાખલ થયેલ ગેંગને મદદગારી કરતો હોવાનુ જણાઇ આવતા તેના વિરુધ્ધમા ઉપરોક્ત પુરાવા ધ્યાને લઇ ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામા આવેલ છે.
તપાસ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાનાઓ કરી રહેલ હોય અને હાલ આ ગુન્હાના મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ કારીયા નાસતો ફરતો રહી પોતાની ગે.કા. પ્રવૃતિ ચાલુ રાખેલ હોય. જેથી આ આરોપીને તાત્કાલીક પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. શ્રી જે.જે. પટેલ નાઓને જાણ કરતા આ ગુન્હાના કામના રીઢા તથા સાતીર ગુન્હેગાર મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ કારીયા કે જે લીસ્ટેડ બુટલેગર હોય. જેની ચેઇન અલગ-અલગ શહેરોમાં તથા રાજયોમાં ફેલાયેલ હોવા અંગેના પુરાવા પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢનાઓ દ્વારા સતત ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે વધુ પુરાવાઓ એકત્રીત કરવા પ્રયતન્શીલ રહેતા. આ કામે આરોપી ધીરેન કારીયાના ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિના હિસાબો લખનાર વ્યકિત અમદાવાદ નરોડા ખાતે રહેતો હોવા બાબતેની માહિતી મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. સામતભાઇ બારીયા, વિક્રમભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. સાહિલભાઇ સમાને અમદાવાદ ખાતે તપાસ અર્થે રવાના કરી અમદાવાદ ખાતે કલ્પેશભાઇ સીરીષચંદ્ર શાહ, વાણીયા, રહે. એ-૨૪, મારૂતી પર્લ બંગ્લોઝ, પ્રથમેસ રેસીડેન્સી સામે, નવા નરોડા, અમદાવાદ વાળાની તપાસ કરતા મળી આવતા તેમના હવાલાની અમદાવાદ, નિકોલ-નરોડા રોડ પર, પુષ્કર આઇકોનની સામે, રોઝ-વીલ સ્કાય કોમ્પલેક્ષ, પાંચમા માળે, ઓફિસ નં.૫૧૩ માં રેડરમ બેવરેઝ પ્રા. લીમટેડ નામની ઓફીસમાંથી ગેરકાયદેસર દારૂના ધંધાના કરોડો રૂપીયાના છેલ્લા બે વર્ષના બેનામી વ્યવ્હારો તેમજ ધીરેન અમૃતલાલ કારીયા જયુડીશીયલ કસ્ટડી હેઠળ અમરેલી તથા જૂનાગઢ જેલમાં હતો તે દરમ્યાન તેના આર્થિક વ્યવ્હારો તેના દિકરા પરમ ધીરેન કારીયા દ્વારા કરવામાં આવેલ જે અંગેના ચોપડાઓ નંગ-૨ તથા દારૂનું ભાવપત્રક તથા મોબાઇલ ફોન નંગ-૩ તપાસ અર્થે કબ્જે કરી જેની પુછપરછ દરમ્યાન આ ગેરકાયદેસર ધંધાની નાણાકીય લેવડ-દેવડ હિમ્મતનગર ખાતે આવેલ પટેલ રમેશકુમાર કાંતીલાલ નામની આંગડીયા પેઢીમાંથી થતા હોવાનુ જણાઇ આવતા તાત્કાલીક તપાસ અધિકારીશ્રી હિતેષ ધાંધલ્યા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢ વિભાગ જૂનાગઢનાઓને જાણ કરતા તુરત જ હિમ્મતનગર ખાતે આવેલ પટેલ રમેશ કાન્તીલાલ કું. આંગડીયા પેઢી માં તપાસ કરતા તા.૦૬/૦૫/૨૦૨૫ થી આજદિન સુધી આવક-જાવકના હિસાબો પેટે હાલ કુલ રૂા.૫૦,૨૦,૫૮૦/- ( અંકે રૂપીયા પચ્ચાસ લાખ વીસ હજાર પાંચ સો એંસી ) જમા હોય. જે રોકડ રકમ આંગડીયા પેઢીના સંચાલક ગૌતમકુમાર જગદીશભાઇ પટેલ, ઉ.વ. ૩૩, ધંધો. આંગડીયામાં નોકરી રહે. કોલવડા, મહાદેવવાળો માઢ તા.વિજાપુર જી.મહેસાણા વાળા પાસેથી પંચો રૂબરૂ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં મળી આવેલ ગેરકાયદેસર બેનામી વ્યવ્હારો બાબતે ત.ક.અધિ.શ્રી ઇન્કમ ટેકસ તથા ઇ.ડી.ને આ બાબતે તપાસ થવા રીપોર્ટ કરવામાં આવનાર છે. હાલ વધુ તપાસ જારી છે તેમજ ધીરેન અમૃતલાલ કારીયાને વ્હેલીતકે દબોચી લેવા પ્રયાસો જારી છે. (તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
