News of Friday, 6th June 2025
અમરેલીના ખાંભા ગીર પંથકમાં વાતાવરણમાં પલટો :ગામડાઓમાં વરસાદ
ખાંભા ગીરના નાના ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામોમાં વરસાદ વરસ્યો: નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિત ગામોમાં વરસાદી માહોલ

અમરેલીઃઅમરેલીના ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અચાનક સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા ગીર પંથકમાં વરસાદનું થયું આગમન થયું છે. ખાંભા ગીરના નાના ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે.
ચકરાવા ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવ્યું છે. ખાંભા ગીરના નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિત ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
