તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
મોરબી નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ.
નવલખી ફાટક નજીક શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા હિતેશ ગોવિંદ ડાભીના મકાનમાં દારૂનો જથ્થો મળ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીના મકાનમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલનો જથ્થો કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે નવલખી ફાટક નજીક શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા હિતેશ ગોવિંદ ડાભીના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી ટીમે મકાનમાં રેડ કરી દારૂની ૧૨૦ બોટલ કીમત રૂ ૧,૫૬,૦૦૦ નો જથ્થો કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી હિતેશ ડાભી મળી આવ્યો ના હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
