News of Saturday, 7th June 2025
પોરબંદર સાંદીપનિના શ્રી હરિમંદિરમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી નિર્જળા એકાદશીના પાવન દિવસે આંબા મનોરથ
ભાવિકોએ આંબા મનોરથ દર્શન અને શ્રીહરિ સહિત સર્વે વિગ્રહોના વિશેષ શૃંગાર દર્શન અને સાયં આરતીનો લ્હાવો લીધો : શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને ૫૦૦ કિલો કેરીનો ભોગ લગાવવામાં આવ્યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ : પોરબંદર સાંદીપનિના શ્રી હરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની પાવન પ્રેરણાથી નિર્જળા એકાદશીના પાવન દિવસે આંબા મનોરથ સંપન્ન થયો હતો.
આ અવસરે શ્રીહરિ મંદિરમાં અનેક ભાવિકોએ આંબા મનોરથ દર્શન અને શ્રીહરિ સહિત સર્વે વિગ્રહોના વિશેષ શૃંગાર દર્શન અને સાયં આરતીનો લ્હાવો લીધો હતો.
શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને ૫૦૦ કિલો કેરીનો ભોગ લગાવવામાં આવ્યો હતો. આંબા મનોરથના મનોરથી તરીકે સાંદીપનિના ટ્રસ્ટી બજરંગલાલ તાપડિયાજીએ સેવા આપી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
