<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ખંભાળિયા પાલિકાના સફાઈ કામદાર રાકેશ ગોહેલે વાગ્દત્તા સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતા આપધાત

હજુ સગાઈ ને 15 થી 20 દિવસ જેવો સમય થયો હતો :ભાવી પત્ની સાથે વાત કરતા કરતા એવું તો શું થયું કે મોત મીઠું કરી લીધું ?

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૭ :           ખંભાળિયા પાલિકા ના રોજમદાર સફાઈ કામદાર યુવાન રાકેશ દીપકભાઈ ગોહેલ તેની સગાઈ કરેલી વાગ્દત્તા સાથે વીડિયો કોલ માં વાત કરતા કરતા ગળા ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા દોડધામ મચી ગઈ છે.

        કરૂણ બનાવ બનતા સફાઈ કર્મી આગેવાનો દોડી ગયા હતા.ભાવિ પત્ની સાથે વાત કરતા કંઈક એવું થયું કે આત્મ હત્યા કરી લીધી ૧૫/૨૦ દિવસ પહેલાજ સગાઈ થયેલી હતી. કરૂણ બનાવથી વાલ્મીકિ સમાજ તથા સફાઈ કર્મી ઓ શોક મગ્ન છે.

(11:25 AM IST)