News of Saturday, 7th June 2025
ઉના નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુકત અભિયાન

ઉનાઃ નગરપાલિકા દ્વારા કલેકટરની પ્લાસ્ટિક મુક્ત અભિયાન અન્વયે અપાયેલ સૂચના મુજબ પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ કરી કુલ ૧૮૫ કિલો પ્લાસ્ટિક જપ્ત કારવમાં આવેલ જે ચેકિંગ ટીમમાં ચીફ ઓફિસરશ્રી, નાયબ મામલતદારશ્રી, સેનિટરી ઇન્સ્પેકટર અને નગરપાલિકાનો સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત તા. ૨૬-૦૬-૨૦૨૫ના રોજ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ વેપારીના સંસ્થાઓના અગ્રણીઓ સાથે મિટિંગ કરી સેમિનારનું આયોજન કરેલ તથા આ અન્વયે પ્લાસ્ટિક મુક્ત રેલી યોજી લોકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ આ તકે ચીફ ઓફિસરશ્રી દ્વારા લોકોને ૧૨૦ માઇક્રોન નીચેની પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓ રાખવા પર દંડની કાર્યવાહી અને કડક પગલાં લેવાની તાકીદ કરવામાં આવેલ છે. તે તસવીર (તસવીર-નવીન જોષી ઉના)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
