<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

પૂ.દયાનંદગીરીજી મહારાજના જયજયકારથી ચરાડવા ગુંજી ઉઠયુ

સમાધી પુજન, પૂ.અમરગીરીબાપુની ચાદરવિધી, સોડષી ભંડારો, મહાપ્રસાદમાં ભાવિકો મોટી સંખ્‍યામાં ઉમટયા

ચરાડવામાં પુ.દયાનંદગીરીજી મહારાજના જય હોના નાદથી આજે ચરાડવા ગુંજી ઉઠયું છે. પુ.અમરગીરીજી મહારાજની ચાદરવિધી કરાઇ હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ સવારે સમાધીનું પુજન-અર્ચન કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.૭:  મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવામાં આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજના ઉતરાધિકારી પૂ.અમરગીરીબાપુની આજે સવારે ચાદરવિધી કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા.ચરાડવા ખાતે આયોજીત ધર્મોત્‍સવમાં ‘પૂ.દયાનંદગીરીજી મહારાજની જય હો...'ના નાદ ગુંજી ઉઠયા હતા.

ચરાડવામાં આજે સવારે ૮ વાગ્‍યે પૂ.દયાનંદગીરીજી મહારાજની સમાધીનું શાષાોકત વિધિથી પુજન- અર્ચન પૂ.અમરગીરીજી મહારાજની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ભકતજનોએ પુજન-અર્ચન દર્શનનો લાભ લીધો હતો. ગઇકાલે રાત્રીનાં સંતવાણીમાં કલાકારોએ રમઝટ બોલાવી હતી. તેમજ ચરાડવાના ધુન મંડળો ભાવિકો દ્વારા ધુન-ભજન રજુ કરાયા હતા. આજે બપોરે ચરાડવા સહિત આજુબાજુના ગ્રામજનો સહિત ભાવિકો ભકતજનો માટે મહાપ્રસાદ યોજાયો હતો.

શ્રી મહાકાળી માતાજીના ઉપાસક અનંત વિભુષીત શ્રીશ્રી ૧૦૦૮ બ્રહ્મલીન ગુરૂદેવશ્રી દયાનંદગીરી બાપુ ગુરૂશ્રી બ્રહ્મગીરીજી મહારાજ સંવત ૨૦૮૧, વૈશાખ વદ, ભદ્રકાળી એકાદશી, તા.૨૩/૫/૨૦૨૫, શુક્રવારના રોજ બ્રહ્મલીન થયેલ છે. જેમનો સોડષી ભંડારો આજે યોજાયો હતો.

(11:48 AM IST)