<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

વાછકપર બેડીમાં બોરમાંથી મોટર કાઢતી વખતે પાઇપ છટકીને માથામાં લાગતાં યુવાનનું મોત

૩૫ વર્ષના ખોડાભાઇ લીંબાસીયાએ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

પર આવેલા કુવાડવા તાબેના વાછકપર બેડી ગામે વાડીએ બોરમાંથી મોટર કાઢતી વખતે હુક છટકી જતાં પાઇપ ઉડીને માથામાં લાગતાં ખેડૂત યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં પરિવારજનોમાં અને ગામમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ વાછકપર બેડી ગામે રહેતાં ખોડાભાઇ ભગવાનજીભાઇ લીંબાસીયા (ઉ.વ.૩૩) નામના યુવાન સાંજે આઠેક વાગ્‍યે પોતાની વાડીએ પાણીના બોરમાંથી મોટર કાઢવાનું કામ કરી રહ્યા હતાં ત્‍યારે હુક છટકતાં તેની સાથેનો પાઇપ ઉડીને માથે લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેઓ લોહીલુહાણ થઇ પડી જતાં સારવાર માટે તુરત જ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે તેમણે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ સહિતે કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. અલ્‍પેશભાઇ અવાડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ખોડાભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. આ બનાવથી લીંબાસીયા પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

(12:10 PM IST)