<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

સાયલાના ઢાંકણીયા ગામે ૧૪ વર્ષની છાત્રાએ એસિડ પીધું: ગંભીર હાલત

માણેકવાડામાં દિનેશભાઇ પણ એસિડ પી ગયાઃ વિરપુરમાં પતિના પૈસા વાપરી નાંખતા ઠપકો મળતાં સંગીતાએ ઝેર પીધું

રાજકોટ તા. ૭: ચોટીલાના ઢાંકણીયા ગામે વાડીમાં રહી મજૂરી કરતાં મુળ રાજસ્‍થાનના પ્રતાપભાઇ ધરાંગીયાની દિકરી અનુ (ઉ.વ.૧૪)એ સાંજે વાડીએ ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી.

અનુ એક ભાઇથી નાની છે અને ધોરણ ૧૦માં અભ્‍યાસ કરે છે. તેણી સાંજે કેરીનો રસ પી જમ્‍યા બાદ પોતે રૂમમાં સુવા જાય છે તેમ કહી રૂમમાં ગઇ હતી. થોડીવાર બાદ તે પડી ગઇ હોય તેવો અવાજ આવતાં પરિવારજનોએ તપાસ કરતાં તેણીએ ઝેર પીધા બાદ પલંગ પરથી પડી ગયાની ખબર પડતાં હોસ્‍પિટલે ખસેડી હતી. તેણી બેભાન હોઇ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

વિરપુરમાં પોલીસ સ્‍ટેશન પાછળ રહેતી સંગીતા રાજુ વણોડીયા (ઉ.વ.૩૪) ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. તેણીને છ સંતાન છે અને પતિ છુટક કડીયા કામ કરે છે. પતિએ લોનનો હપ્‍તો ભરવા રાખેલી રકમ રૂા. ૧૫૦૦ તેણીએ કામમાં વાપરી નાખતા પતિએ ઠપકો આપતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.  ત્રીજા બનાવમાં કોટડાસાંગાણી તાબેના માણેકવાડામાં રહેતાં દિનેશભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ.૪૫) સાંજે એસિડ પી જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. દિનેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા છે. સંતાનમાં બે દિકાર અને ત્રણ દિકરી છે. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. બેભાન હોઇ કારણ બહાર આવ્‍યું નથી.

(12:13 PM IST)