<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

બેટ દ્વારકામાં સુદર્શન સેતુ પર લોકોને રીલ્સ બનાવવાનો ક્રેઝ:યાત્રીકોએ વાહનો ઉભા રાખી રીલ્સ બનાવતા જોખમ

રીલ્સના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જીવને જાખમમાં મુકતા જરા પણ અચકાતા નથી

બેટ દ્વારકામાં સુદર્શન સેતુ પર લોકોને રીલ્સ બનાવવાનો ક્રેઝ લાગ્યો છે. યાત્રીકોએ વાહનો ઉભા રાખી રીલ્સ બનાવતા જોવા મળ્યા છે. બેફામ રીતે રસ્તા વચ્ચે ઉભા રહીને લોકો રીલ્સ બનાવતા જોવા મળ્યા છે. સુદર્શન સેતુ પર વાહનોના ખડકલા જોવા મળ્યો છે. જ્યા લોકો રસ્તા વચ્ચે જ ઉભા રહીને રીલ બનાવતા જોખમ ઉભું થયું છે.

   અત્રે જણાવીએ કે, વેકેશનના છેલ્લા દિવસો હોવાથી યાત્રીકોની ભારે ભીડ ઉમટી છે. અત્યારે બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે સુદર્શન સેતુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યાં કેટલાક લોકો રીલ્સ બનાવવા નિયમોના ઉલાળીયા પણ કરી રહ્યાં છે.

રીલ્સના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જીવને જાખમમાં મુકતા જરા પણ અચકાતા નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે રીલ્સની ઘેલછા દિવસેને દિવસે વધી રહી છે  

 

(7:40 PM IST)