News of Sunday, 8th June 2025
મોરબીની મોટી માધાણી શેરીમાં જર્જરિત મકાનને બદલે ઝાડ પાડી તંત્રએ સંતોષ માન્યો.
ઝાડ પાડી કચરો સ્થળ પર છોડી દીધું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કામગીરીમાં સુધારો થયો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી શહેરમાં દબાણો હટાવવાના હોય કે પછી અન્ય કામગીરી સારી કરી રહ્યું છે પરંતુ જર્જરિત મકાનો મામલે હજુ મહાપાલિકા તંત્રની કામગીરી ઓછી અધુરી જણાઈ રહી છે મોટી માધાણી શેરીમાં જર્જરિત મકાન તોડી પાડવાને બદલે માત્ર ઝાડ પાડી સંતોષ માન્યો હતો એટલું જ નહિ ઝાડ પાડી બાદમાં કચરો પણ જેમનો તેમ છોડી દેવામાં આવ્યો હતો.
મોરબીની મોટી માધાણી શેરીમાં વર્ષો જુનું જર્જરિત મકાન આવેલ હોય જે બિલ્ડીંગ ઉતારી લેવા એપ્રિલ ૨૦૨૫ માં મહાનગરપાલિકા દ્વારા આસામીને નોટીસ આપવામાં આવી હતી છતાં મકાન અંગે આસામીએ કોઈ કાર્યવાહી કરી ના હતી તો જર્જરિત મકાન તોડી પાડવા માટે મહાપાલિકા તંત્રએ પણ કામગીરી કરી ના હતી રજૂઆતોને પગલે મહાપાલિકા તંત્રએ જર્જરિત મકાનનો સર્વે કર્યો હતો પરંતુ મકાન તોડી પાડવાને બદલે માત્ર ઝાડ તોડી કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માની લીધો હતો અને ઝાડ પાડ્યા બાદ કચરો પણ સ્થળ પર છોડી તંત્રની ટીમ જતી રહી હતી જેથી સ્થાનીકોમાં રોષ ભભૂક્યો હતો.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
